અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગને પગલે વરસાદ દરમ્યાન તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક

Spread the love

અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨૦ જેટલા તળાવોને છેલ્લાં ધણાં વર્ષોથી ઇન્ટરલીન્કીંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડેલ છે. જેનાથી આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ વધારાનાં પાણી ઓવર ફલો થઇને આગળના તળાવમાં જાય છે. અને છેલ્લે ગોતા ગોધાવી કેનાલ તથા સાબરમતી નદીમાં ડીસ્ચાર્જ થાય છે

અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગ તથા સ્ટોર્મ વોટર ડ્રેઇન નેટવર્કની વિગત આ મુજબ છે.. આ ઇન્ટરલીન્કીંગ ની કામગીરી ને લીધે તળાવોની નજીક વોટરલોગીગની સમસ્યા હળવી થાય છે. તેમજ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનની ઇન્ટરલીન્કીંગ ની કામગીરી આ મુજબ થયેલ છે.

૧. ખોરજ તળાવ થી ત્રાગડ તળાવ થઈ છારોડી તળાવ થી જગતપુર તળાવ થી ગોતા તળાવ થઇ આર.સી.ટેકનીકલ તળાવ સુધીની ઈન્ટરલીન્કીંગ નો ડીસ્ચાર્જ ગોતા ગોધાવી કેનાલમાં થાય છે. તથા ગૌતા ગોધાવી કેનાલનાં ખુલ્લા ભાગોને હાલમાં સંપૂર્ણ આર.સી.સી બોક્ષમાં પરિવર્તિત કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.

૨. કાળી તળાવ થી રાણીપ તળાવ થી ચાંદલોડીયા થી યદુળી તળાવ થી દેવસીટી તળાવ ની ઇન્ટરલીન્કીંગ ઉપરની ઇન્ટરલીન્કીંગમાં ગોતા તળાવ પછીથી જોડાય છે.

૩. સોલા તળાવથી થલતેજ તળાવ, મહિલા તળાવ, આંબલી તળાવથી મકરબા તળાવ સુધીની ઇન્ટરલીન્કીંગનો ડીસ્ચાર્જ સાબરમતી નદીમાં થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫૯ જેટલા તળાવો આવેલ છે. જે અંતર્ગત ૨૭ તળાવો ડેવલપ થયેલ છે. હાલમાં તળાવ ડેવલપમેન્ટ અંગેના ૧૩ તળાવોની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અને ૧૭ તળાવોનું ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. ચાલુ વર્ષ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણી આવે અને સંચય થાય તે અન્વયે આ મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

(૧) તળાવોની જળસંચય ક્ષમતા વધારવા માટે ચાલુ વર્ષે કુલ ૨૭ તળાવોને ઊંડા કરવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં કુલ ૧૦ તળાવોને ઊંડા કરવામાં આવેલ છે.

(૨) તળાવના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાઈપ લાઈન નાંખી વરસાદી પાણી ભરાતી જગ્યાએથી વરસાદી પાણી નજીકના કુલ ૩૭ તળાવમાં લાવવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં ૧૯ તળાવની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની કામગીરી પુર્ણ કરેલ છે. જેનો તા. ૨૫.૦૯.૨૦૨૪ તથા ૩૦.૦૯.૨૦૨૪ ના રોજ થયેલ વરસાદ દરમ્યાન તળાવ ભરાયેલ છે.

આ સધળી કામગીરીને લીધે તાજેતરમાં ભારે વરસાદ દરમ્યાન તળાવોની નોંધપાત્ર પ્રમાણમાં પાણીની આવક થયેલ છે અને વરસાદી પાણીથી ભરાઈ રહેલ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પરકોલેશન વેલ તથા ખંભાતી કુવા બનાવવાના કામનું આયોજન કરેલ છે. જે પૈકી કુલ ૧૬ પરકોલેશન વેલ તથા કુલ – ૧૩ ખંભાતી કુવાની કામગીરી પુર્ણ કરેલ છે. તથા કુલ ૦૧ પરકોલેશન વેલ તથા ૩૭ ખંભાતી કુવા બનાવવાનું આયોજન છે. પુર્ણ કરેલ ખંભાતી કુવા તથા પરકોલેશન વેલની કામગીરીના લીધે ગત તા. ૨૫.૦૧.૨૦૨૪ તા.૩૦.૦૯.૨૦૨૪ ના રોજ શહેરમાં થયેલ વરસાદ દરમ્યાન જમીનમાં પાણી ઉતરેલ છે. તથા વરસાદી પાણીનો નિકાલમાં પણ અસરકારક પરિણામ મળેલ છે.

આ ઈન્ટરલીન્કીંગની કામગીરીની સફળતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ની મુજબની ઇન્ટરલીન્કીંગની કામગીરી એન.ડી.એમ.એ પ્રોજેક્ટ માં રૂા. ૧૫૪ કરોડનાં અંદાજીત ખર્ચે આયોજન કરેલ છે.

૧. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પુનિયા તળાવ, બેદાર તળાવ, મુમદપુરા તળાવ, મલ્કાની તળાવ, શકરી તળાવ, આઝાદનગર તળાવ, કણજીયુ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટકીન્કીંગ કરવાની કામગીરી રૂા. ૭૬ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

૨. પૂર્વ ઝોનનાં વસ્ત્રાલ વિસ્તારનાં મહાદેવીયા તળાવ, વસ્ત્રાલ તળાવ, વસ્ત્રાલ તલાવડી, વસ્ત્રાલ ૧૧૫૨ તલાવડી, વસ્ત્રાલ ૧૩૩ તલાવડી, વડું તળાવ, વસ્ત્રાલ ગામ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટરલીન્કીગ કરવાની કામગીરી રૂા.૭૮ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *